નવ બાળકોની માતા હોવા છતાં પતિનો શારીરિક, માનસિક ત્રાસ ગુજારતા કંટાળીને મહિલાએ હાલોલ 181 અભયમ ની મદદ માંગી હતી..
કાલોલ તાલુકાના નજીકના એક ગામમાં થી મહિલા દ્વારા કૉલ આવેલ અને જણાવેલ કે મારા પતિ વ્યસન કરેલ છે અને પૈસા નય આપતા મારઝૂડ કરેછે.20 દિવસ નાં બાળકને લઈ ઘરમાં આવવા દેતા નથી.ગાળો બોલી હેરાન કરે છે તેમ ..
આ કૉલ આવતાની સાથે તરતજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ ના કાઉન્સેલર મધુબેન ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જ્યાં પીડિતા મહિલાને મળી તેનું કાઉન્સિલીંગ કર્યું. તેમાં જાણ્યું કે તેમના લગ્નના આશરે 21 વર્ષ થયેલા છે. લગ્ન જીવનમાં તેઓને 8 બાળકો છે અને એક બાળકનું મૃત્યું થયેલું હતું .જેમાં મહિલાએ ઘરમાં કોઈ પ્રસંગ આવે કે બાળકોના ખર્ચ માટે પૈસા મૂકી રાખે છે. પરંતુ પતિ વ્યસન માટે પૈસા માંગીને વેડફી નાખતા હતા. વ્યસન કર્યા બાદ ઘરમાં વસ્તુઓનું તોડફોડ કરી નાખે છે અને મહિલાને 7 દીકરીઓ છે તે બાબતે મારઝૂડ કરતા હતા.પતિના ત્રાસથી ફરી આઠમા નંબરે દીકરાનો જન્મ આપ્યો પરંતુ પતિ કામ ધંધો કરતા નથી વ્યાસન કરી આવતા બાળકની નિષ્કાળજી લેતા મૃત્યુ પામ્યું હતું.ત્યારબાદ મહિલાને વધુ માનસિક, શારિરીક ત્રાસ આપતા પિયરમાં જતાં રહ્યાં હતાં. પરંતુ 7 દીકરીઓનું વિચારી સસરાના કહેવાથી ફરી સમાધાન કરી આવેલ ત્યારબાદ ફરી પીડિતા મહિલાએ નવમા નંબરે દીકરાનો જન્મ આપ્યો હતો.તેના 20 જ દીવસ થયેલા છે તેમા પત્નીને મારઝૂડ કરી પૈસા માંગે અને નય આપે તો ગામમાં જય લોકોસાથે વ્યસન માટે દેવું કરી વ્યસન કરે છે અને ઘરમાં પીડિતા મહિલા ને મારઝૂડ કરતા હતા.પોતે કોઈ કામ ધંધો કરતા નથી.ઘરનો તમામ ખર્ચો સસરા દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. જેમાં
181 મહિલા હેલ્પ લાઈન ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી યોગ્ય કાઉન્સિલીંગ કરી પીડિતા મહિલાના પતિને વ્યસન ન કરવા જણાવ્યું હતું.ઘરેલું હિંસા અધનિયમ 2005 વિશે માહિતી આપી હતી કાયદાકીય માહિતી આપી હતી. તથા 125 કલમ વિશે જાણકરી આપવામા આવી હતી.
ત્યારબાદ તેને કાયદાની સમજ થતાં પીડીત મહિલાના પતિ હવે પછી વ્યસન ન કરવાનું જણાવ્યું હતું.
અને બાળકોના જીવનને ધ્યાને લઇ પતિ - પત્ની વચ્ચે વેર કે ઝઘડાઓ ન રહે તે રીતે અસરકારક સલાહ આપી બંન્ને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
અહી પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ચાલતા ઝઘડા નું સુખદ સમાધાન થતાં પીડીત મહિલા, તેના સાસરિયા પક્ષ અને પિયરીયા ના લોકો એ 181 અભયમ ટીમ નો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.