હિંમતનગર પોસ્ટ ઓફિસમાં થી 46,356 રાષ્ટ્રઘ્વજ નું વિતરણ થયા પછી સ્ટોક ખલ્લાસ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા લગાવવાનું આહવાન કર્યું છે જેને લઇ લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્ર ઘ્વઝ લગાવવા માટે બજારોમાં દોટ મૂકી છે 

સાબરકાંઠા ના હિંમતનગર અને અરવલ્લી જિલ્લમાં કુલ 51 સબ ઓફિસ, એક હેડ ઓફિસ 528 બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં થી હમણાં સુધી 46,356 જેટલાં રાષ્ટ્ર ઘ્વજ નું વિતરણ થઇ ગયા પછી આજ સવારથી સ્ટોક ખતમ થઇ ગયો હતો સવારે અગિયાર વાગ્યાં પછી લોકોની ભીડ રાષ્ટ્રઘ્વજ લેવા માટે પોસ્ટ ઓફિસ પર આંટા ફેરા મારતી નઝર આવી હતી, કેટલાક તો સાહેબ ફક્ત એક ઝંડો આપી દો તેમ કહીં રીતસરની કાકલુદી કરતા હતા એટલુંજ નહીં સિવિલ સર્કલ થી આવેલ બે વેહપારીઓ ઝંડા માટે ખુબજ જીદ્દ કરતા નઝરે પડ્યા હતા તેઓ ચેમ્બર માં ઘૂસી જઈ સાહેબને 20 ઝંડાના પૈસા લઈલો અને ખાલી હમોને રસીદ આપી દો, ફ્લેગ જયારે આવે ત્યારે આપજો વેપારી જોડેથી આટલા જંડા લેવા પાછળ નું કારણ પૂછતાં નામ ના બતાવવાની શરતે કહ્યું હતું કે બે પોલીસ વાળા આવ્યા હતા અને હજુ સુધી તિરંગા કેમ લગાવ્યા નથી?

સાહેબ તમારી જોડે સ્ટોક આવે ત્યારે આપજો પરંતુ પૈસા લઈને પહોંચ આપી દો જેથી હું પોલીસ ને બતાવી શકું અને કહીં શકું કે રાષ્ટ્ર ઘ્વઝ નો સ્ટોક નથી, આ બાબતે આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ધવલ સુથારને મળી હકીકત જાણવા પ્રયાસ કરતા તેમને જણાવ્યું હતું કે આખા ઉત્તર ગુજરાતમાં કુલ આંઠ લાખ રાષ્ટ્ર ઘ્વઝ નું વિતરણ થયું છે જેમાં હમોએ એંશીહઝાર તિરંગાની માંગ સામે અન્ય જિલ્લા કરતા સહુથી વધુ 46356 ઘ્વઝ મળ્યા હતા જેનું સંપૂર્ણ વિતરણ થઇ ગયું છે બીજો ઓર્ડર આપેલ હોવા છતાં આગળ પણ સ્ટોક ના હોવાનું માલુમ પડે છે આમ દૂર દૂર ગામડામાં થી ઘ્વઝ ખરીદવા આવનાર લોકો નિરાશ થયા હતા.હજુ આજે 12 તારીખ છે હર ઘર તિરંગા ઉત્સવ 13 થી 15 ઑગસ્ટ દરમિયાન છે અને લોકો નો ઉત્સાહ અને રાષ્ટ્ર ઘ્વઝ ની માંગ જોતા પોસ્ટ ઓફિસે અવ્યવસ્થા સર્જાય તેવી હાલત છે, જે લોકોને સરકારી રાષ્ટ્ર ઘ્વઝ જે ફક્ત 25 ₹ માં મળે છે તે ના મળતા બઝારમાં થી 130 થી 150 ₹ સુધી લેવાનો વારો આવી ગયો છે, વેહપારીઓ અને રોડ પર વેંચતા નાના ફેરિયાઓ ને મોજ પડી ગઈ છે, આજે સવારે હિંમતનગર નાગરિક સહકારી બેન્કના મેનેજર મુકેશભાઈ પટેલ એ બેન્કમાં આવનાર ગ્રાહકને બાઈક પર લાગે તેવા 600 રાષ્ટ્ર ઘ્વઝ ફ્રી માં વેંચ્યા છે, જ્યારે અન્ય સર્વોદય નાગરિક બેંક એ 15 ઑગસ્ટ પેહલા ડિપોઝીટ કરાવવા પર બેન્કના ગ્રાહક ને ફ્રી રાષ્ટ્ર ઘ્વઝ આપવાની સ્કીમ આપી છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.