ડીસામાં મોરસ નો જથ્થો મોડો આવતા 24 માર્ચ સુધીમાં ડીસા પુરવઠા ગોડાઉન દ્વારા તમામ સસ્તા અનાજની દુકાનદારોને મોરસનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો પરંતુ દુકાનદારોએ આ જથ્થો ગ્રાહકોને વિતરણ કર્યો ન હતો જે અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા આ મામલે ડીસા નાયબ પુરવઠા મામલતદાર દશરથસિંહ ઝાલા ના ધ્યાન ઉપર આવતા તેમને તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનદારોને ગ્રાહકોને મોરસના જથ્થાનું વિતરણ કરવાની કડક સૂચના આપતા દુકાનદારોએ મોરસ ના જથ્થાનું વિતરણ કરવાની શરૂઆત કરી દીધી છે
રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઘઉં ચોખા મોરસ દાળ સહિતની ચીજ વસ્તુઓનો દર મહિને વિતરણ કરવામાં આવે છે જેથી આ મહિને પણ ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અનાજ ગોડાઉન દ્વારા ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ સસ્તા અનાજની દુકાનદારોને ઘઉં ચોખા સહિતની ચીજ વસ્તુઓ ના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી જો કે મોરસ મોડી આવતા 24 માર્ચ સુધીમાં તમામ દુકાનદારોને મોરસ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ઘઉં ચોખાનું વિતરણ અગાઉ ગ્રાહકોને કર્યા બાદ મોરસના વિતરણ માટે 90% થી વધુ દુકાનદારો એ પોતાની દુકાનો ખોલી ન હતી અને સરકાર દ્વારા આપવામાં આવેલ મોરસનો જથ્થો પોતાની દુકાનો ઉપર ઉતારવી લીધો હતો અને ગ્રાહકોને આપ્યો ન હતો આ અંગે નો અહેવાલ શુક્રવારે મીડિયામાં પ્રસારિત થતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું હતું આ અંગેની જાણ ડીસા તાલુકા નાયબ પુરવઠા મામલતદાર દશરથસિંહ ઝાલા ને થતા તેમને તાત્કાલિક ડીસા તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં તમામ દુકાનદારોને ગ્રાહકોને મોરસના જથ્થાનું વિતરણ કરવાની કડક સૂચના આપતા મોટાભાગના દુકાનદારોએ મોરસ વિતરણની કામગીરી શરૂ કરી હતી જોકે ડીસા શહેરમાં હજુ સુધી શહેર પુરવઠા મામલતદાર દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરના સસ્તા અનાજના દુકાનદારો મોરસના જથ્થાનો સંગ્રહ કરી બેસી ગયા છે અને હજુ સુધી ગ્રાહકોને મોરસનો જથ્થો આપ્યો નથી જેથી શહેરના ગરીબ લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે