પાંજવાળી ગામે રહેતા ફરિયાદી વાલજીભાઈ જેરામભાઈ સુરેલા રાત્રીના સમયે પરિવાર સાથે વાડીમાં આવેલા ઘર બહાર બેઠા હતા. તે સમયે બાજુમાં રહેતા કૌટુંબિક ભાઈના દીકરા ગોપાલભાઈ સુરેલા અને અલ્પેશભાઈ, પ્રદિપભાઈ, અનીલભાઈ સહિતનાઓએ આવી હોળીના દિવસે બોલાચાલી અને ઝઘડો કર્યા બાબતની દાઝ રાખી ફરિયાદી તેમજ પરિવારના સભ્યોને અપશબ્દો કહ્યા હતા. તેમજ લાડકાનો ધોકો, લોખંડની પાઈપ, લાકડી વડે ઘા ઝીંકી ફરિયાદી, તેમના પત્ની અને દીકરાઓને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલ ખસેડાયા હતા. જે પૈકી ફરિયાદી તેમજ પત્ની ભાનુબેનને વધુ ઈજા હોવાથી સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડાયાં હતાં.