ખાંભા તાલુકાના તાતણીયા ગામે પાણીનો પોકાર: નલ સે જલ યોજના માત્ર નામની, દૂર-દૂર સુધી લોકો પાણી માટે વલખા મારવા મજબૂર
ખાંભા તાલુકાના તાતણીયા ગામ જંગલની એકદમ નજીક આવેલ હોઈ ત્યારે લોકો પાણી લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે. જેથી પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે, પરંતુ પીવાના પાણી અને પોતાના પાલતુ પશુઓને બચાવવાને માટે દૂર દૂર સુધી ધગ
ધગતા તાપમાં પગપાળા ચાલી પાણી ભરવા અને પીવડાવવા જવું પડે છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આ ગામોના લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ફાંફા મારવા પડી રહ્યા છે.
તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે પણ આ ગામમાં જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવીને તેવી જ છે.ત્યારે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને તાતણીયા ગામે પીવાના પાણીના પ્રશ્ને મહિલા ઓ રણચંડી બની અને
પીવાના પાણી નહીં તો મત નહીં ના નારા સાથે મહિલા ઓ નો વિરોધ નોંધાવ્યો હતો.હવે જોવું રહ્યું કે પાણીનો પ્રશ્ન ઉકેલાય છે કે નહિ તે આગામી દિવસોમાં જોવું રહ્યું.