ડીસા-થરાદ રોડ પર મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ઇકોમાં બેઠેલા બે બાળકો સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા-થરાદ રોડ પર ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ડીસામાં રહેતા હંસાબેન દેવચંદભાઈ ચોખાવાલા, માહેર પંકજભાઈ ચોખાવાલા અને પાર્થ સાગરભાઇ ચોખાવાલા ઈકો ગાડીમાં યાવરપુરા તરફ જઈ રહ્યા હતા અને તેમની ઇકો ગાડી શમશેરપુરાના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે થરાદ તરફથી આવતી ટ્રક અને ઈકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ઇકોમાં ગાડીમાં બેઠેલી એક મહિલા અને બે બાળકો સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.