કેસરી, સફેદ અને લીલા રંગના શાકભાજીઓ થકી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાષ્ટ્રધ્વજનો આકાર રચીને કિશોરીઓને પૌષ્ટીક આહારનું મહત્વ સમજાવાયું
રાજકોટ જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર તિરંગાની સંપૂર્ણ આન-બાન-શાન સાથે “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે મંદિરના પરિસરમાં તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિગતો આપતાં જેતપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી નિશાંતભાઈ કુંગશિયાએ કહ્યું હતું કે, તાલુકાના વાળાડુંગરા ગામના મંદિરના પરિસરમાં "હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ભુપતભાઈ સોલંકી, સરપંચશ્રી રોહિતભાઈ સોલંકી,
બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી કપુપરા, પ્રાથમિક શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
વધુમાં રાજકોટ જિલ્લાને એનિમિયા મુક્ત બનાવવાના સંકલ્પને “હર ઘર તિરંગા” અભિયાન સાથે સાંકળીને જેતપુર તાલુકાના આંગણવાડી કેન્દ્રો ઉપર કેસરી, સફેદ અને લીલા રંગના શાકભાજીઓ થકી રાષ્ટ્રધ્વજનો આકાર રચીને કિશોરીઓને પૌષ્ટીક આહારનું મહત્વ સમજાવીને એનિમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તાલુકાની વિવિધ શાળાઓમાં પણ “હર ઘર તિરંગા” અભિયાનની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે.