પેટલાદ તાલુકાના મોરડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 23 માર્ચના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગતસિંહ, રાજગુરુ અને શુખદેવને 23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. વીર પુરુષોએ દેશ માટે તેમની જાન કુરબાન કરી દીધી હતી. જે દિવસને "શહીદ દિન" તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા શાળામા "પંચકુંડી યજ્ઞ "યોજાયો હતો. શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો,ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.