લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાના અમલ માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ મથકના બે પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી લઇ હવાલે કર્યો છે.

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુનાઓ આચરતા અસામાજિક તત્વોની સાથે સાથે નાસતા-ફરતા આરોપીઓ પર પણ ગાળીઓ કસી રહી છે. ત્યારે રાજસ્થાનના ધોરીમન્ના તાલુકાના કબુલ ગામના કૈલાસ પપ્પુરામ વિષનોઇ પણ ડીસા તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના બે ગુનાઓમાં સંડોવાયેલો હતો.

આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહી નાસતો-ફરતો હતો. ત્યારે ડીસા તાલુકા પોલીસને આજે આ આરોપી આખોલ ચાર રસ્તા પાસે ફરતો હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમે ત્યાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીને જેમના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.