રંગોત્સવ સેલિબ્રેશન, મુંબઈ દ્વારા ચિત્રકામ તથા હેન્ડ રાઇટિંગ સંબંધિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ કક્ષાઓમાં આયોજિત વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.જેમાં વડોદરા ખાનકાહે રીફાઇયા દ્વારા સંચાલિત રીફાઈ એકેડમી અને વેલ્ફેર ટ્રસ્ટના નેજા હેઠળની કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના નવ વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ સંબંધિત વિવિધ કક્ષાની સ્પર્ધાઓમાં સુંદર દેખાવ કરીને શાળાનું નામ ઉજ્જ્વળ કર્યું છે.જેમાં વિવિધ દેશોની સ્કૂલના ૧૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જે પૈકી કાલોલના બોરુ ગામ સ્થિત રિફાઈ પબ્લિક સ્કૂલની આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી કાલોલ શહેરની અક્શા અલતાફખાન પઠાણ ઇન્ટરનેશનલ લેવલની પેઇન્ટિંગ માં ત્રણ રેન્કિંગ સાથે ધ અમૃતા શેરગિલ એવોર્ડ મેળવ્યો હતો જેને લઇ રીફાઇ પબ્લિક સ્કૂલને ગ્લોબલ સ્કૂલ એવોર્ડ એનાયત કરાયો હતો જે ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ વધારવા બદલ સ્કુલના પ્રિન્સીપાલ તથા આર્ટ ટીચર સહિત સૌ શિક્ષકોએ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત,ઉત્તરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે રીફાઇ પબ્લિક સ્કૂલની સ્થાપના વર્ષ ૨૦૧૨ માં ૮૦ બાળકોથી શાળાની શરૂઆત કરી હતી જે આજે ૪૦૦ થી વધુ બાળકો ભણી રહ્યા છે શાળાનો ઉદ્દેશ ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનું કામ સંસ્થાના ટ્રસ્ટીઓ ખૂબ દિલથી કરી રહ્યા છે