લખતરના ખારીયા શેરીના રહીશ નિલેશકુમાર કંડીયા એ સુરેન્દ્રનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના પાવર ઓફ એટર્ની હોલ્ડર ભાવિનકુમાર ઠાકર પાસેથી કાર પર 13-3-2020 રૂ.2,50ની લોન મેળવી હતી.જેની ચુકવણી માટે નિલેશભાઇએ 30-1-2023ના રોજ ચેક લખી આપ્યા હતા.જે ભાવીનભાઇએ વસુલાતમાટે બેંકમાં ભરતા 1-2-23ના રોજ રીટર્ન થયો હતો.આથી વકિલ પી.એ.ત્રિવેદી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલની દલીલ આરોપીએ આપેલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ, આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ તારાણીએ આરોપી નિલેશકુમાર કંડીયાને ગુનામાં તકરસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને વળતર રૂપે રૂ.3,67,623 ચુકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો