રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં જુદી જુદી ગાડીઓ મારફતે દારૂનો જથ્થો બનાસકાંઠાની સરહદે થઈ બનાસકાંઠા તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ઘુસાડવાનો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે પાથાવાડા પોલીસની ટીમે બાતમી ના આધારે ગુંદરી ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી દારૂ ભરેલી ઈકોગાડી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે 

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ ખાસ દારૂની હેરાફેરી અને તેના વેચાણને અટકાવવા માટે જિલ્લા પોલીસવળા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે જેથી ગઈકાલે રાત્રે પાથાવાડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇકો ગાડી નંબર જી જે 18 બી ડી 3936 રાજસ્થાનના મંડાર માંથી દારૂ નો જથ્થો ભરી બનાસકાંઠામાં આવવાની છે જેથી પાથાવાડા પોલીસની ટીમે તાત્કાલિક ગુંદરી ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી આ નંબર વાળી ઇકો ગાડી આવતા તેને ઝડપી પાડી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા અંદરથી 180 બોટલ જેટલી દારૂની મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો ગાડી મોબાઈલ ફોન મળી કુલ ₹2,41,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક પરમેશ્વર ગોપાલજી રાજપુત રહે ભોજન રાસ ભીલવાડા રાજસ્થાન ની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે