બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સતત વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ડીસા ઉત્તર પોલીસ ટીમ દ્વારા હાઇવે ઉપર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં એક શખ્સને દારૂ પીને ગાડી ચલાવતા ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક શખ્સ ની ગાડી માંથી ધોકો મળી આવતા તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા ઉત્તર પોલીસ મથકના પીઆઇ વીએમ ચૌધરી સ્ટાફના જયંતીભાઈ પરમાર સહિતની ટીમ સાથે ગઈકાલે રાત્રે ડીસાના ગાયત્રી મંદિર સર્કલ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થતા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક ગાડીનો ચાલક દારૂના નશામાં ગાડી ચલાવતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે અન્ય એક શખ્સની ગાડીમાંથી ધોકો મળી આવતા તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની આ વાહન ચેકિંગ ઝુંબેશ થી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો માં ફાફડાટ આપી ગયો છે