બનાસકાંઠામાં લોકસભા ની ચૂંટણીને લઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે ડીસા દક્ષિણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાજમંદિર સર્કલ પાસે રેડ કરી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા
ડીસા દક્ષિણ પોલીસ પથકના પીઆઇ ની સૂચનાથી સ્ટાફના પ્રવીણભાઈ જગાણીયા કેવળભાઈ. ઇશ્વરભાઇ. વિરસંગભાઇ સહિતની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસાના રાજમંદિર સર્કલ પાસે કેટલા ઈસમો જાહેરમાં પૈસા વડે જુગાર રમી રહ્યા છે જેથી તાત્કાલિક પોલીસની ટીમે રાજમંદિર સર્કલ પાસે જઈ રેડ કરી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે
સર્વણજી રણછોડજી ચૌહાણ ઠાકોર રહે ભોયણ ડીસા રમેશજી શંકરજી ઠાકોર રહે રેલ્વે સ્ટેશન પાસે ડીસા વિનોદ ચમનજી મકવાણા ઠાકોર રહે રેલ્વે સ્ટેશન ડીસા દિનેશ પુનાભાઈ રાવળ રહે સામઢી તા પાલનપુર વાળા ની અટકાયત કરી તેમની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ સહિત 11290 નો મુદ્દા માલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે