બનાસકાંઠામાં રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગની ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોર્ડ મંગળવારે ડીસાના આખોલમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં બનાસ નદીમાં ચાલી રહેલ ગેરકાયદેસર ખોદકામ કરતાં પાંચ ડમ્પર, બે હિટાચી કબ્જે કર્યા હતા.

બનાસકાંઠામાં ખનીજ ચોરી થતી હોવાની અવાર-નવાર ફરિયાદોના કારણે રાત-દિવસ ભુસ્તર વિભાગની ટીમ ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી પકડવામાં સફળ રહ્યા છે. છતાં ખનીજ ચોરો તંત્રને આંખમાં ધૂળ નાખી ખનીજ ચોરી કરવાના પ્રયાસો કરી કરતા હોય છે. બનાસનદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ચોરી કૌભાંડ અંગે અવાર-નવાર બનાસકાંઠા જિલ્લા કચેરી અને ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગમાં અનેક ફરિયાદો મળતી હતી.

ત્યારે ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ મંગળવારે ડીસા બનાસ નદીના પુલ નજીક આખોલ પાસે તપાસ અર્થે જતા પાંચ ડમ્પર અને સહિત બે હિટાચી મશીન મળી આવતા જિલ્લા ભૂસ્તર કચેરીની ટીમને બોલાવી ગેરકાયદેસર ચાલતા ખનન કૌભાંડ સામે કાર્યવાહી હાથ ધરી હતી.