વડોદરામાં પોસ્ટર પોલિટિક્સ:

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

'મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં' બાદ હવે 'CM અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી'?નાં બેનર લાગ્યાં, કોંગી કાર્યકરની પૂછપરછ,

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા

સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં

ભારે નારાજગી છે. 'મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં' , વગેરે જેવાં બેનરો લાગ્યાં હતાં. મોડી રાત્રે શહેર વિધાનસભાનાં ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો લાગતાં ચકચાર

મચી ગઈ હતી. તો બીજી બાજુ વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદાસ્પદ બેનર લગાડેલું જોવા મળ્યું હતું, જેમાં રંજનબેન ભટ્ટ નહીં, પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે . વિકાસમાં રસ નથી?. પોસ્ટર વોરને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત