જોરાવરનગર પોલીસ મથકમાં આવતા રતનપર વિસ્તારમાં શેરી નંબર ૮ માં અમુક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસની સર્વેલન્સ ટીમના વિજયસિંહ રથવી તેમજ અનિલસિંહ નારસંગભાઇ સહીતની ટીમે દરોડો કર્યો હતો અને જાહેરમાં જુગાર રમતા હેમુભાઇ ગણેશભાઇ ગાંગડીયા, મનુભાઇ વીરાભાઇ રાઠોડ અને પરેશભાઇ ભાણજીભાઈ રાઠોડને ઝડપી લીધા હતાં.પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૩,૧૯૦ તેમજ ગુડદી પાસા સહીતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી.