આજે ૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરાબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે ડીસાના એક પક્ષી પ્રેમી છેલ્લા 13 વર્ષથી પ્રયાસો કરી રહ્યા છે અને તેમને આમાં સફળતા પણ મળી છે
ડીસા શહેરના ત્રણ હનુમાન મંદિર રોડ ઉપર આવેલ પીએમ પાર્કમાં રહેતા ગીરીશભાઈ લક્ષ્મીચંદ ગજ્જર તેઓ અગાઉ દેના ગ્રામ્ય બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તેમને વર્ષોથી જ ચકલી સહિતના પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે જેથી તેમણે આજથી 13 વર્ષ અગાઉ ચકલીઓને બચાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો હતો અને દર વર્ષે તેઓ ચકલી ઘર પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરતા હતા ગિરીશભાઈ ગજ્જર એ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના અનેક ગામો અને પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 13 વર્ષમાં 10,000 થી વધુ ચકલી ઘર નું વિતરણ કરવાની સાથે અસંખ્ય પાણીના કુંડાઓનું પણ વિતરણ કર્યું છે અને જેમાં તેમને સફળતા પણ મળી છે અને તેમને પોતાના ઘરે પણ વિશાળ ગાર્ડન બનાવ્યું છે જેમાં એક ચબૂતરો અને 20 થી વધુ ચકલીધરો પાણીના કુંડાઓ મૂક્યા છે જેમાં દરરોજ સવારે તેમના ઘરનું બગીચો પક્ષીઓની અવાજથી ગુંજી ઊઠે છે સવારે તેમના ઘરે ચકલી પોપટ કાગડા કબુતર કાબર કોયલ સહિતના વિવિધ પક્ષીઓ ચણ માટે આવે છે અને ગિરીશભાઈ વહેલી સવારે તમામ કામો છોડી પહેલા પક્ષીઓને ચણ નાખવાનું કાર્ય કરે છે છેલ્લા 13 વર્ષથી ચકલીઓને બચાવવા માટેનો પ્રયાસ કરતા ગીરીશભાઈ ગજ્જરને ખૂબ જ સારી સફળતા મળી છે અને તેમને લાગી રહ્યું છે કે લોકો પણ પોતાના ઘરે ચકલી ઘર મૂકે અને પાણીના કુંડા મૂકે જેથી કરીને આગામી વર્ષોમાં લુપ્ત થતી ચકલીની પ્રજાતિ ની સંખ્યામાં વધારો થશે
બોક્સ
પોતાના ઘરે પક્ષીઓના ચણ માટે વર્ષે ત્રણ લાખથી વધુનો ખર્ચ કરે છે
આ અંગે ગીરીશભાઈ ગજ્જર એ જણાવ્યું હતું કે મને વર્ષોથી પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે અને ખાસ કરીને ચકલીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે અને તેમને બચાવવા માટે હું 13 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું મેં મારા ઘરે બગીચો બનાવ્યો છે જેમાં વહેલી સવારે ચકલી કાબર પોપટ કાગડા સહિતના વિવિધ પક્ષીઓ આવે છે જેમને મગ મગફળી બાજરી ચોખા સહિતનું ચણ નાખું છું વર્ષે માત્ર મારા ઘરે જ ત્રણ લાખથી વધુ ના ખર્ચે પક્ષીઓને ચણ નાખું છું
બોક્સ
ચકલીઓને બચાવવા આટલું કરીએ
1..નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
2..ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
3..દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
4..ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
5.. પોતાના ઘરે વધુમાં વધુ ચકલી ઘર મૂકીએ જેથી કરીને ચકલી પોતાનો માળો બનાવી શકે