ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટના દેશથી ગુજરાતમાં પ્રદૂષણના ફેલાય તે માટે કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે પરંતુ ઠાસરા નગરપાલિકા પર આ કાયદાઓની કોઈ અસર થતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં ઠાસરા નગરપાલિકાના એકઠા થયેલા કચરાના નિકાલ માટે જમ્પિંગ સાઇડ બનાવવામાં આવી છે અને આ ડમ્પીંગ સાઇડ ના કચરાને રિસાયકલ કરવા માટે પણ ગ્રાન્ટો ફાળવવામાં આવેલી છે પરંતુ નગરપાલિકાના નિર્ભયતંત્ર દ્વારા આ ડમ્પિંગ સાઇડ પર એકઠા કરેલા કચરાને રાત્રિના સમયે સળગાવી દેવામાં આવેલા છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે ઠાસરા નગરપાલિકાના વાડદ રોડ ઉપર આવેલા ડમ્પિંગ સાઈડમાં દ્રશ્યમાં જોવાય છે તે પ્રમાણે કચરાને સળગાવવામાં આવી રહ્યો છે જેના કારણે આસપાસ ના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી જાય છે તેમ જ નજીક ના ખેતરોના બહુમૂલ્ય પાકને પણ નુકસાન થયું છે ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે વહેલી તકે કોઈ કાર્યવાહી થાય તેવી આમ પ્રજાની માંગ છે . ગુજરાત સરકારના પ્રદૂષણના કાયદાઓને ગોળીને પી જનાર ઠાસરા નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.
રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત