પેટલાદ તાલુકાના રંગાઈપુરા તળાવ સામેના વિસ્તારમાં આવેલી "સત્યનારાયણ " નામની લાકડાની સોમીલ મા મંગળવારે સવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાકડાના સૂકા જથ્થામાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.