ડીસા તાલુકાના રામવાસ ગામના વેપારીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના રામવાસ ગામના વતની પટેલ કલ્યાણભાઈ રામાભાઇ (ઉં.વ.48) ભીલડી માર્કેટયાર્ડમાં પેઢી ધરાવે છે.
જેઓ રવિવારે પોતાના ઘરે હતા તે દરમિયાન સવારે છાતીમાં અચાનક દુખાવો ઉપડતાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને મોત નિપજ્યું હતું. તેમના મોતથી રામવાસ ગામમાં અને ભીલડી માર્કેટના વેપારી આલમમાં શોકનો માહોલ છવાયો છે.