બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવતીના પિતા અને ભાઇને ઇજા પહોંચી હતી જ્યારે આ મામલે યુવતીએ પતિ, દિયર અને પતિના મિત્ર સહીત ૩ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ બજાણામાં રહેતા રૂબીનાબેન જુમાભાઇ ત્રાયાના લગ્ન મોરબીમાં રહેતા જુમાભાઇ અનવરભાઇ ત્રાય સાથે થયાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે બોલચાલી થતાં રૂબીનાબેન સંતાનોને લઇને બજાણા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતાં. અને તેમના પિતાએ રૂબીનાબેનના પતિને સંતાનોને લઇ જવા કહેતા રૂબીનાબેનના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા બજાણા ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રૂબીનાબેનના પિતા તેમજ ભાઇ મોહમદફૈઝન પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી આથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જ્યાંથી મોહમદફૈઝનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રૂબીનાબેને બજાણા પોલીસ મથકે તેમના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, દિયર તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘लंबे समय तक पापा ने बेरोजगारी भी झेली’:अनन्या पांडे बोलीं- घर के बाहर कोई उन्हें देखने नहीं आता था, मैंने उनसे बहुत कुछ सीखा
अनन्या पांडे का अपने पिता चंकी पांडे के साथ बहुत अच्छा बॉन्ड है। दोनों अक्सर एक-दूसरे के साथ...
ધારી ગીરના ગામડાઓમાં વરસાદ… ગીરના ગામડાઓમાં જગતના તાત ને હળવો થયો હાશકારો
ધારી ગીરના ગામડાઓમાં વરસાદ… ગીરના ગામડાઓમાં જગતના તાત ને હળવો થયો હાશકારો
Mental Health के लिए जरूरी है Digital Detox, यहां जानें इसे करने के कुछ आसान टिप्स
डिजिटल युग ने हमारे जीवन को कई तरह से बदल दिया है। हम अब जानकारी के समुद्र में डूबे हुए हैं। हर...
ડીસા નજીક પલટેલી સ્કોર્પિયો ગાડીમાં પોષડોડા જથ્થો પોલીસે જપ્ત કર્યો
ડીસા બનાસ નદીના પુલ નજીક શનિવારે સાંજે સ્કોર્પિયોના ચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગાડી...
સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી
સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી છે. EDએ PMLA અંતર્ગત અડધી રાતે એટલે કે 12 વાગ્યે સંજયની...