કાલોલ મા કુંજેશકુમાર મહારાજ ની અધ્યક્ષતા હેઠળ યમુનાજી નો લોટી ઉત્સવ , માળા પહેરામણી નો મનોરથ ઉજવાયો.
કાલોલ ની દશાલાડ વાડી ના મેરેજ હોલ મા રવિવારે સાંજે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ (કડી - અમદાવાદ) ના પાવન સાનિધ્યમાં ગૌ.વા.કાલીદાસ મોહનલાલ પરીખ અને ગૌ.વા. વિલાસબેન કાલીદાસ પરીખ ની માળા પહેરામણી અને યમુનાજી નો લોટી ઉત્સવ તથા ફૂલફાગ મનોરથ યોજાયો હતો કાલોલ ના ત્રણ મંડળની બહેનો એ પાઠ કર્યા બાદ ગોવર્ધનનાથજી મંદીર ના કીર્તનકારોએ કીર્તન કર્યાં હતા . પું મહારાજશ્રી એ પ્રાસંગીક પ્રેરક પ્રવચન કર્યું માળા પહેરામણી નુ મહત્વ સમજાવ્યુ હરી, ગુરુ, વૈષ્ણવ મા પોતાના ધનનુ વિનિયોગ કરવા જણાવ્યુ અને વૈષ્ણવો સાથે ફૂલો થી ખેલી હોળી મનોરથ ખેલ્યો હતો. મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.