વડોદરા.
દિયર સાથે પ્રેમમાં પડતા મહિલાએ પતિને ઉતાર્યો મોતને ઘાટ
વડોદરામાં ફરી એક વાર સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા તેના દિયર સાથે પ્રેમમાં પડી જતા પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટના ન્યુ સમા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલી ડિફેન્સ કોલોનીની છે. જ્યાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને 35 વર્ષીય હરિ ગોવિંદ યાદવ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કરવામાં તેનો ભાઇ અને પત્ની સામેલ હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટર અનવર સૈયદ.