ડીસા તાલુકાના વિઠોદર ગામમાં આવેલ એક જનરલ સ્ટોર ની દુકાનમાંથી અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દુકાન ઉપરનું પતરું કાપી અંદરથી રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે 

ડીસા તાલુકાના વિઠોદર ગામે રહેતા બળવંતભાઈ અજબાભાઈ પરમાર વિઠોદર ગામના ચાર રસ્તા પાસે હનુમાન જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે તેઓ તારીખ 20 2 2024 ની રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ દુકાન પાછળ આવેલ ઝાડ ઉપર ચડી દુકાનનું પતરું તોડી અંદરથી કપડાં સહિત જનરલ સ્ટોર ની વિવિધ ચીજ વસ્તુઓ રોકડ રકમ મળી કુલ 27,500 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દુકાન માલિક બળવંતભાઈ પરમાર દુકાને આવ્યા ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ ઉપર આવી તપાસ કરી હતી જોકે તેમની પાસે બિલો ના હોવાથી તેમણે જે તે સમયે ફરિયાદ કરી ન હતી. આખરે બીલો મળી જતા તેમણે શુક્રવારે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જોકે આ બનાવને 25 દિવસથી વધુ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ આજે દિન સુધી તસ્કરોને શોધી શકી નથી