પુષ્ટિભકિતમાં અને માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની આજરોજ કાલોલના આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નિધી સ્વપ શ્રી ઘ્વારકાધીશ પ્રભુના અલૌકિક સાનિઘ્ય અને પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં પટેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૩૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. 

 કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને ગત રોજ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતાં. ઢળતી સાંજે ગોપાલભાઈ ગાંધીના નિવાસસ્થાને પુષ્ટિ માર્ગીય મહિલા મંડળ કાલોલ સમસ્તની બહેના ઘ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપાન બાદ નિધી સ્વપ શ્રી ઘ્વારકાધીશ પ્રભુને મંગલ સામૈયા સાથે વાજતે -ગાજતે શોભાયાત્ર રૂપે બેન્ડ બાજા સાથે મનોરથ સ્થળે પટેલ પાર્ટી પ્લોટ ખાતે પધરાવવામાં આવ્યાં હતાં. આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે સોનાના બંગલામાં ફુલમંડળીના દર્શન સાથે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને મધુરમ બાવાની લૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. કાલોલ ના અગ્રણીઓ અને પંચમહાલ લોકસભાની બેઠક ના ભાજપ ના ઉમેદવાર રાજપાલસિહ જાદવ પણ ફુલ ફાગ મનોરથ ના દર્શન માટે આવ્યા હતા અને પુજ્ય મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.