બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરીના ઘી નું કેટલાક તત્વો દ્વારા ડુબલીકેટિંગ કરી બજારમાં તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી બનાસ ડેરીના અધિકારીઓને મળી હતી જેથી ગુરુવારે બનાસ ડેરીના જનરલ મેનેજર અને ઇન્સ્યોરન્સ વિભાગના સંજય નાગેન્દ્ર પાંડે ગીરીશભાઈ ભટોળ ડેરીના સિનિયર મેનેજર પ્રભુદાસ સી મોદી સહિત ની ટીમે બનાસકાંઠા ફૂડ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી ફ્રુડ વિભાગના અધિકારીઓ તેમજ આગથડા પોલીસની ટીમ ને સાથે રાખી લાખણી નજીક ગુરુવારે બપોરે વોચ ગોઠવી હતી તે દરમિયાન લાખણી પાસે એક મોલ નજીક એક શિફ્ટ ગાડી નંબર જી જે 08 સી એમ 5307 આવીને ઊભી રહી હતી અને તેમાંથી એક શખ્સ નીચે ઉતરતા વોચમાં ઉભેલા અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે બનાસ ડેરીનું ઘી આપવા માટે આવ્યો હોવાની કબુલાત કરી હતી જેથી અધિકારીઓએ તેની પાસે ઘી નું બિલ માંગતા તેની પાસે બિલ ન હતું જે તે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ ઘી નો જથ્થો ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ જોધપુરીયા ઢાણી ખાતેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી જેથી બનાસ ડેરીના અધિકારીઓએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી તેમને સાથે રાખી ત્યાં તપાસ કરતાં ત્યાં થી પણ બનાસ ડેરીના માર્કા વાળા ખાલી ડબ્બા માર્કા વગરના ડબ્બામાં ઘીનો જથ્થો અને કેમિકલ ભરેલા કેરબા મળી આવ્યા હતા જેથી તે તમામ મુદ્દા માલ પોલીસે જપ્ત કરી બનાસ ડેરીના અધિકારીઓએ ઘી નો જથ્થો બનાવનાર અને ઘી આપનાર સહિત કુલ ત્રણ શખ્સો સામે ડીસા અને આગથડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે
બોક્સ
બે આરોપી ઝડપાયા એક ફરાર
દેવાજી માનાજી સાંખલા માળી રહે જોધપુરીયા ધાણી માલગઢ તા ડીસા
ભરતજી માનાજી સાંખલા માળીરહે જોધપુરીયા ધાણી માલગઢ તા ડીસા
આ બંને ઝડપાઈ ગયા છે
જ્યારે ઘીનો જથ્થો આપનાર અને ફરાર આરોપી રોનક માળી ડીસા ની પોલીસે શોધખોળ હાથ ધરી છે
બોક્સ
પામોલીન તેલ ડાલડા ઘી અને એસેન્સનો ઉપયોગ કરી નકલી ઘી બનાવતા હતા
ડીસાના માલગઢ ગામની જોધપુરીયા ધાણી માંથી ઝડપાયેલ નકલી ઘી બનાવવાની મીની ફેક્ટરી માં આ સખશો પામોલીન તેલ ડાલડા ઘી અને ઘી ની ખુશ્બુ આવે તે પ્રકારના એસન્સનો ઉપયોગ કરી નકલી ઘી તૈયાર કરી તેનું જાણીતી ઘી બનાવતી કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બજારમાં વેચાણ કરતા હતા
બોક્સ
ડીસા અને લાખણી નજીકથી ઝડપાયેલ મુદ્દા માલ
લાખણી પાસેથી સ્વિફ્ટ ગાડી માંથી બનાસ ડેરીના માર્કા વાળા પાંચ લિટરના બે ડબ્બા અને 15 કિલોના ત્રણ ડબ્બા ઘીના મળી આવ્યા હતા. જ્યારે માલગઢ ખાતેથી ૧૫ કિલો ઘી ના 11 ખાલી ડબ્બા 5 કિલો ના બનાસ ડેરીના માર્કા વાળા પાંચ ખાલી ડબ્બા 15 કિલોના માર્ક વગરના ડબ્બામાં ઘીનો જથ્થો તેમજ પાંચ લીટર અને 10 લીટરના કેરબામાં કેમિકલ નો જથ્થો મળી આવ્યો હતો
બોક્સ
નકલી ઘી બનાવતા તત્વો ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા
ડીસા ચંડીસર જીઆઇડીસી વિસ્તારમાં ફ્રુડ વિભાગના અધિકારીઓ ગમે ત્યારે પણ દરોડા પાડી કાર્યવાહી કરતા હોય છે ત્યારે જાણીતી કંપનીના નામે નકલી ઘી બનાવતા તત્વો હવે ગ્રામ્ય વિસ્તારોના ખેતરો અને ઘરોને વધુ સુરક્ષિત માની રહ્યા છે જેના લીધે જ માલગઢ ગામના ઘરમાંથી ઝડપાયેલ નકલી ઘી બનાવવાની મીની ફેક્ટરી પુરાવો આપે છે
બોક્સ
જાણીતી કંપનીના ખાલી ઘી ના ડબ્બા ભંગારીઓને ઊંચા ભાવ આપી ખરીદી કરતા હતા
નકલી ઘી બનાવતા તત્વો ઘી બનાવતી જાણીતી કંપનીઓના ખાલી ડબ્બા ભંગારીઓ પાસેથી ઊંચા ભાવો આપીને તેની ખરીદી કરતા હતા બાદમાં ખાલી ડબ્બા ઉપર પોલીસ કરી તેમાં નકલી ઘી પેકિંગ કરી અને ઉપર જાણીતી કંપનીના લેબલ લગાવી નકલી ઘીને બજારમાં જાણીતી કંપનીના નામે વેચાણ કરતા હતા