ડીસા શહેરમાં અગાઉ સરકાર દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં કરોડો રૂપિયાના ખર્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી જોકે કેટલાક વિસ્તારો આ ભૂગર્ભ ગટરથી વંચિત રહી ગયા હતા જેના લીધે સ્થાનિક લોકોએ રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા બાકી રહી ગયેલા વિસ્તારોમાં 35 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર માટે ફાળવવામાં આવ્યા છે જેથી ગઈકાલે ભૂગર્ભ ગટર બનાવવા માટે ખાતમુરત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સમગ્ર ગુજરાતમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અગાઉ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે સમયે મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી જોકે તે સમયે કેટલાક વિસ્તારો આ યોજનાથી વંચિત રહી ગયા હતા અને આ ઉપરાંત અનેક નવી સોસાયટીઓ બનવા પામી હતી તે પણ આ યોજનાથી વંચિત રહી ગઈ હતી જેથી આ યોજનાથી વંચિત રહી ગયેલા વિસ્તારના લોકો અવારનવાર ઉભરાતી ગટરોથી ત્રાહીમામ પોકારી ઊઠ્યા હતા તેમજ અનેકવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વંચિત રહી ગયેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા 35 કરોડ રૂપિયા જેટલી રકમ માટે ફાળવવામાં આવી હતી જેથી ગઈકાલે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે દ્વારા વંચિત રહી ગયેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર નગરપાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર ભૂગર્ભ ગટર યોજના ના ચેરમેન રમેશભાઈ માજીરાણા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા