બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચનાથી બનાસકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે દરમિયાન બુધવારે એલસીબી ની ટીમે ડીસામાંથી રાજસ્થાન પોલીસ સ્ટેશન ના ગુનામાં 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી રાજસ્થાન પોલીસને જાણ કરી છે

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી.જી.પ્રજાપતિ, ના માર્ગદર્શન હેઠળ હેડ કોસ્ટેબલ મુકેશભાઈ પરમાર વિષ્ણુભાઈ ચૌધરી સહિત ની ટીમ બુધવારે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતી 

તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજસ્થાન રાજ્યના જુંજુનુ જીલ્લા બગડ પોલીસ સ્ટેશન FIRગુ.ર.નં-૮૦/૨૦૧૫ ગુના નો 9 વર્ષ થી નાસતો ફરતો આરોપી પ્રેમકુમાર નગાજી માળી રહે નવદુર્ગા સોસાયટી સર્વોદય કચ્છીકોલોની તા.ડીસા વાળાને ડીસા ના અંબીકા ચોક ખોડિયાર પાર્લર પાસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે ડીસા દક્ષિણ પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો છે આમ એલસીબી ની ટીમ ને 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે