જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ધોરણ 10 નો શુભેચ્છા સંભારભ તથા ધોરણ 12 નો વિદાય સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
આજરોજ સ્વ.એસ. કે.વરુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ. કે.વરુ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિશાળ પટાગણમાં સુંદર રીતે શણગારેલ પ્રવેશદ્વાર મધ્યે ધોરણ 10 નો શુભેચ્છા સમારંભ તથા ધોરણ 12 નો વિદાય સમારંભ તથા વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલી વિવિધ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અંતર્ગત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ ભારે રંગારંગ વાતાવરણમાં યોજવામાં આવ્યો ઉપરોક્ત કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગૌતમભાઈ વરુ ટ્રસ્ટીશ્રી પ્રભાતભાઈ વરુ તથા ટ્રસ્ટી ભીમભાઈ વરુ તથા અમારી શાળાના ભૂતપૂર્વ અને હાલ જે.એન.મહેતા હાઈસ્કૂલ ડુંગર માં કાર્યરત આચાર્યશ્રી જોરુભાઈ વરુ વાલી મંડળના પ્રમુખ શિવરાજભાઈ તથા શ્રી પ્રવીણભાઈ વરુ,સ્વ.પ્રતાપભાઈ વરુ ના સુપુત્ર કિરણભાઈ વરુ તથા દેવભાઈ વરુ,કુમારશાળા નાગેશ્રી તથા કન્યાશાળા નાગેશ્રીના પ્રતિનિધિરૂપે પધારેલા ગુરૂજનનો વગેરે ની ઉપસ્થિત તથા સંપૂર્ણ માર્ગદર્શન તળે કાર્યક્રમ યોજવામાં આવ્યો
કાર્યક્રમની શુભ શરૂઆતના શાળાના કર્મ નિષ્ઠ આચાર્ય શ્રી જે.બી.માઢક સાહેબ ના શાબ્દિક સ્વાગત તથા માનનીય વક્તવ્ય દ્વારા કરવામાં આવેલ
મહેમાનોનું પુષ્પગુસ થી સ્વાગત શાળાના વિદ્યાર્થીનીઓ બહેનો દ્વારા કરવામાં આવ્યુ
શાળાના ટ્રસ્ટી શ્રી પ્રભાતભાઈ તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રી જોરુભાઈ એ શાળાના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે જવલંત પરિણામ દ્વારા સમગ્ર સમાજ નુ ગૌરવ વધારવા માં સરસ્વતીને પ્રાર્થના શ્રી પોતાની મનોકામના વ્યક્ત કરેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક,રાસ, ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્ત્રોત ઓને મંત્ર મુક્ત કર્યા હતા વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો પધારેલા મહેમાનો આચાર્યશ્રી તથા શાળાના ગુરુજનોના હસ્તે આપી તેમનો ઉત્સાહ વધારવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ.
અંતમાં આભાર વિધિ શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી એ.કે.ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવેલ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુ શ્રી વી.એમ.પંડ્યા સાહેબ ના માર્ગદર્શન તળે શાળા ધોરણ 9ની વિદ્યાર્થીની વરુ દેવાંશી તથા રાઠોડ શિવાની બેન તથા ધોરણ 10 ની વિદ્યાર્થીની બાંભણીયા આસ્થા બેન દ્વારા સુંદર શૈલીમાં કરવામાં આવેલ
ઉપરોક્ત તમામ કાર્યક્રમની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી દ્વારા પ્રચાર માધ્યમમાં પ્રસાર પ્રચારનું ઉમદા કાર્ય નાગેશ્રી ના યુવા અને ઉત્સાહી પત્રકાર શ્રી કરસનભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ
અંતમાં શાળાના તમામ વિદ્યાર્થી ઓ મહેમાનો તથા શાળાનો સમગ્ર સ્ટાફ સ્વરૂચિ નાસ્તો કરી છૂટા પડેલ. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રમુખશ્રી,ટ્રસ્ટીશ્રી ઓ તથા આચાર્યશ્રી અને તમામ સ્ટાફ ભારે જહેમત ઉઠાવેલ તેમ શાળાના મીડિયા કન્વીનર શ્રી પુરોહિત સાહેબ ની યાદીમાં જણાવવામાં આવેલ.