પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો  રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.