દિયોદર :- શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ...દિયોદર ખાતે બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ,, બાળકો ને કુમકુમ તિલક કરી અપાયો પ્રવેશ.,,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે આજે સવારે ધોરણ - 10 નાં વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે બોર્ડની પરીક્ષાના ભાગરૂપે આજે દિયોદર ખાતે આવેલ શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કૂલ માં પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે 10 વાગ્યે હાઈસ્કૂલનાં આચાર્ય અને શિક્ષક મિત્રો ઉપસ્થિતમાં પરીક્ષાર્થી વિધાર્થી ભાઈ - બહેનોને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવી પરીક્ષાની શુભકામનાઓ પાઠવી દરેક વિદ્યાર્થી ભાઈ - બહેનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જોકે પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ નાં થાય તેના ભાગરૂપે દરેક વિદ્યાર્થીનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પરીક્ષા ખંડની ફાળવણીમાં પણ ડ્રો પદ્ધતિથી પરીક્ષા ખંડનાં નિરીક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.વધુમાં પરીક્ષા દરમ્યાન કોઈપણ વિદ્યાર્થીને આરોગ્ય લક્ષી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફનાં પડે તેના માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવેલ છે.જોકે ગુજરાત શિક્ષણ બોર્ડ ધ્વારા પરીક્ષામાં ગેરરીતિઓને ડામવા માટે આકરા નિયમો પણ ઘડાયા છે. અને CCTV કેમેરાની બાજ નજર હેઠળ ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે.અને હાલમાં બાળકો પણ પરીક્ષા બોર્ડનાં નિયમોના ચુસ્ત પાલન વચ્ચે પરીક્ષા આપી રહ્યાં છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ચોપાટી દરિયાકિનારે દશામાની પ્રતિમાઓ ખંડીત થયેલી અવસ્થામાં જોવા મળી 
 
                      ચોપાટી દરિયાકિનારે દશામાની પ્રતિમાઓ ખંડીત થયેલી અવસ્થામાં જોવા મળી
                  
   હાલોલ કાલોલના પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મોહસીન શેખ ઝડપાયો. 
 
                      પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાતે વિવિધ ગુનાઓ આચરી...
                  
   માનસિક અસ્થિર મગજના વ્યક્તિનું જીવન બદલાયું....! 
 
                      માનસિક અસ્થિર મગજના વ્યક્તિનું જીવન બદલાયું....!
                  
   मोदी जी के सशक्त नेतृत्व में भारत दुनिया की सबसे बढती अर्थव्यवस्था : चुग  
 
                      भाजपा राष्ट्रीय महामंत्री तरुण चुग ने मीडिया में बयान जारी कर कहा कि अंतर्राष्ट्रीय मुद्रा कोष...
                  
   महिलेची निर्घृण हत्या करणाऱ्याला ठोकल्या बेड्या, भोसरी मधील महिलेच्या हत्येचा उलगडा 
 
                      महिलेची निर्घृण हत्या करणाऱ्याला ठोकल्या बेड्या, भोसरी मधील महिलेच्या हत्येचा उलगडा
                  
   
  
  
   
   
   
  