પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીએથી આધેડ વયના વ્યક્તિ રવિવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનારના વાલી વરસની શોધખોળ હાથ ધરી છે. મરનાર વ્યક્તિ છેલ્લા ઘણા દિવસથી ધર્મજ ચોકડી વિસ્તારમાં રહેતા હતા અને અમદાવાદ વટવા વિસ્તારના હોવાનું જણાવતા હતા. મારનાર વ્યક્તિ અંગે જો કોઈને માહિતી હોય અથવા વાલી વારસોએ પેટલાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.