ગેરકાયદે બાયોડીઝલ ભરેલ ટ્રક સાથે એક ઇસમને 4000 લીટર બાયોડીઝલ તથા વાહન સહિત કુલ કિંમત 455300 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઈ. જી. પી. ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી પોલીસ અધ્યક્ષક સાહેબ શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી એસ. બી. વોરા સાહેબ નાઓઅ આગામી સમય માં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં કડક વાહન ચેકિંગની કામગીરી કરવાની જરૂર સૂચના કરેલ હોય
જે અન્વયે ધારી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. એમ. દેસાઈ સાહેબના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે. ડી. હડિયા સાહેબ તથા હેડ કોસ્ટેબલ એન. પી. સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઇ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ બોદર તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ શિયાળ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીકીયાળી ગામે વાહન ચેકિંગ હતા તે દરમિયાન ખાંભા થી સાવરકુંડલા રોડ ઉપરથી એક ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ સ્વરાજ મજદા ટ્રક રજીસ્ટર નંબર જી. જે. 03 વાય 6682 માં અનકૃત્ય બાયોડીઝલ 4000 લીટર સાથે પકડી પાડવામાં આવેલ આ પકડાયેલ ઈસમ તથા અનઅધિકૃત બાયોડીઝલ ભરેલ સ્વરાજ મજદા ટ્રક ને પોલીસ સ્ટેશન લાવી નાયબ પોલીસ અધ્યક્ષક શ્રી એચ. બી. વોરા સાહેબ સાવરકુંડલા ડિવિઝન નાઓ ડીઝલ ને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ ઈસમ
અરજણભાઈ દેવાભાઈ કોડીયાતર ઉંમર વર્ષ 30 ધંધો ડ્રાઇવિંગ રહે અંત્રોલી ગામ. રબારી વાડો તાલુકો. માંગરોળ જીલ્લો જુનાગઢ.
પકડવાના બાકી ઈસમ
(1)જયુભાઈ ધાધલ. રહે ચોટીલા (2)દિલાવર ભાઈ ચૌહાણ રહે વીજપડી. તાલુકો સાવરકુંડલા. જિલ્લો અમરેલી પકડાયેલ મુદ્દામાલ બાયોડીઝલ બેરલ નંગ 20 કુલ 4000 લિટર જેની કિંમત 275800 તથા સ્વરાજ મજદા ટ્રક રજીસ્ટર નંબર જી. જે. 03 વાય. 6682 કિંમત રૂપિયા 160000 તથા oppo કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 તથા પ્રવાહી ખેંચવાની એક ઈલેક્ટ્રીક મોટર કિંમત રૂપિયા 1000 કુલ મળે 455300 નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિ. શ્રી. કર્મચારી
ના. પો. અધિ. સા. કુડલા ડિવિઝન શ્રી એચ. બી. વોરા. સાહેબ. પોલીસ સબ. ઈન્સ શ્રી કે. ડી. હડિયા સાહેબ. પોલીસ સબ ઇન્સ શ્રી આર. એચ. રતન સાહેબ. હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી. પોલીસ કોન્સ્ટેબલ મીતેશભાઈ કનુભાઈ વાળા. પો. કોન્સ્ટેબલ રાજુભાઈ નાજાભાઈ બોદર. પો. કોન્સ્ટેબલ વિપુલભાઈ મિઠાભાઈ શિયાળ.