બનાસકાંઠાના દાંતા તાલુકાના હડાદ ગામે આજે મહાશિવરાત્રીના દિવસે જોવા મળી મંદિરોમાં ભીડ
વિગતવાર વાત કરવામાં આવે તો હડાદ ગામે આજે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર માં મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવ્યો મંદિરમાં રુદ્ર અભિષેક પૂજાપાઠ અને ભગવાન શિવની આરાધના કરવા માટે ગામના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા હતા ભગવાન પ્રત્યે આસ્થા લોકોમાં જોવા મળી હતી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પુરાણીક એક શિવલિંગ છે જે રાજા રજવાડાને ટાઈમનું વર્ષો પુરાણુ શિવલિંગ છે અને આજે મહાદેવ નો પ્રસાદ એટલે કે ભાંગ નો પ્રસાદ આજે મંદિરોમાં જોવા મળે છે ભગવાન શિવના એક પ્રસાદરૂપી આ ભાંગ નો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે અને સિદ્ધેશ્વર મંદિરને અડીને જ શ્રી અખાડાનંદ પરમ હંસ આશ્રમ માં પણ એક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
રિપોર્ટર.. મોહન જોશી હડાદ બનાસકાંઠા