ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના કાલોલ આગમનને લઈ સ્થાનિક કોંગી કાર્યકરોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.દાયકાઓ પછી કાલોલના ભૂમિ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની એક ઝલક અને સ્વાગત માટે અત્રેના સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે આજે વહેલી સવારથી જ સ્થાનિક અને ગુજરાતભર માંથી ઉમટી પડેલા સેંકડો કાર્યકરો અને ચાહકોને નિરાશવદને પરત ફરવાનો હતો. કાર્યક્રમની રુપરેખા સંલગ્ન વાસ્તવિક આયોજનોમાં થયેલ મોટા ઉલટફેર મધ્યે રાહુલ ગાંધી કાલોલ ખાતે માત્ર બે થી ત્રણ મિનિટ જ રોકાયા હતા.ભાજપના પ્રચંડ લોકજુવાળ મધ્યે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી કાલોલના માર્ગે આગળ વધી હતી.ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત ગોધરા થી કાલોલ ખાતે રાહુલ ગાંધી બપોરના ૪:૩૦ કલાકે આવી પહોંચી હતી. નિર્ધારિત સમય કરતા બે ત્રણ કલાક મોડી ન્યાય યાત્રા આવી હતી.કાલોલ ના સરદાર ભવન કૉંગ્રેસ હાઉસ ખાતે રાહુલ ગાંધી ના સ્વાગત માટે સમર્થકો અને કાર્યકરો ભારે ઉત્સાહ થી ઢોલ નગારા સાથે કતારબદ્ધ ઊભા રહ્યા હતા કૉંગ્રેસ હાઉસ ખાતે રાહુલ ગાંધીને આવકારવા પુર્વ તૈયારીઓ કરી હતી અને એન એસ જી કમાન્ડો પણ સ્થળ નિરીક્ષણ કરી ગયા હતા તેમ છતા પણ કોઈ કારણોસર રાહુલ ગાંધીની કાર કૉંગ્રસ હાઉસ ખાતે ઉભી રહેલ નહોતી અને બાગ નજીક ગાડી થોભાવી રાહુલ ગાંધીએ કાર્યકરો અને સમર્થકો નુ અભિવાદન કર્યું હતુ. પોતાના નેતા કૉંગ્રેસ હાઉસ ખાતે ન આવતા કાર્યકરો અને સમર્થકો મા ભારે નારાજગી જોવા મળી હતી. હાલોલની ટોટો કંપની ના હડતાળ પર ઉતરેલા કામદારો પણ રાહુલ ગાંધીને મળવા અને આવેદનપત્ર આપવા આવ્યા હતા તેઓ પણ નિરાશ થયા હતા.ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મિડીયા સમક્ષ વાત કરી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ન્યાય યાત્રા મા સુરેન્દ્રનગર ખાતે થી બે બસ ભરીને કાર્યકરો આવ્યા હતા જેઓ કાલોલ કોંગ્રસ હાઉસ ખાતે આવી રાહુલ ગાંધી ની વિદાય બાદ પાવાગઢ ખાતે જવા નિકળી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
७५ वर्षांवरील ज्येष्ठ नागरिकांना एसटी बसमधून मोफत प्रवास योजनेचा मुख्यमंत्री, उपमुख्यमंत्र्यांच्या हस्ते शुभारंभ*
*सुमारे १५ लाख ज्येष्ठ नागरिकांना मिळणार लाभ- मुख्यमंत्री एकनाथ शिंदे*
देशाच्या अमृत महोत्सवानिमित्त राज्यातील ७५ वर्षांवरील ज्येष्ठ नागरिकांना एसटी बसमधून मोफत...
उपचुनाव की तैयारियां शुरू:10 साल से भाजपा 7 में से 1 ही सीट जीत रही, क्या सीएम का 9 माह का काम तोड़ पाएगा ट्रेंड?
राजस्थान में पहली बार एक साथ 7 विधानसभा सीटों पर अगले माह उपचुनाव घोषित होने हैं। तैयारी शुरू हो...
ડીસામાં ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે વધુ બે તસ્કરોને ઝડપી પાડ્યા છે. તેમજ ઝડપાયેલા શખ્સના ઘરની પાછળ...
નવા રતનપર ગામે દુકાનમાં દેશી દારૂનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો
ઘોઘા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ બાતમી આધારે નવા રતનપર ગામે ગ્રામ પંચાયત પાસેની પોતાની દુકાનમાં...
Gandhi Talks | Movie Announcement | Vijay S | Arvind S | Aditi R Hydari | A.R. Rahman | Siddharth J
Gandhi Talks | Movie Announcement | Vijay S | Arvind S | Aditi R Hydari | A.R. Rahman | Siddharth J