ગળતેશ્વર.અંગાડી.ખેડા.

અંગાડી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન એગઝિબેશન કાર્યક્રમ યોજાયો.                                                     

              ગળતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નેપાલપુરા ખાતે વિજ્ઞાન એગઝિબેશન 2024 કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓનું વિજ્ઞાન મેળાનું પ્રદર્શન એસ.એમ.સી કમિટીના સભ્ય મહેબૂબ શેખ અને પૂર્વ એસ.એમ.સી કમિટીના પ્રમુખ યાસીનભાઈ શેખ (પત્રકાર) ના વરદ હસ્તે રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

               શાળાના બાળકો દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના સાધનો દ્વારા થતા વિવિધ પ્રયોગની લગતી કૃતિઓ અલગ અલગ બાળકોએ જુદી જુદી રીતે બનાવી હતી. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા શુભ હેતુથી શાળાના વિજ્ઞાન શિક્ષિકા હિરલબેન પટેલ અને ઉષાબેન ડામોર દ્વારા બાળકોને માર્ગદર્શન આપી આબેહૂબ અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ હેતુ વિશે સવિસ્તૃત માહિતી બાળકો દ્વારા આપવામાં આવી હતી. શાળાના મુખ્ય શિક્ષિકા રેણુકાબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના શિક્ષક અંબાલાલભાઈ વણકર, મિતેશભાઇ મેઘા અને સુભાષભાઈ વાળંદ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 

            આ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ એસ.એમ.સીના પ્રમુખ યાસીનભાઈ શેખ (પત્રકાર), મહેબૂબમીયા શેખ નિવૂત એ. એસ.આઈ, ડાહ્યાભાઈ રોહિત, સલીમ.એમ શેખ, ઇનાયતભાઈ શેખ, સોનલબેન, આચાર્ય રેણુકાબેન પટેલ, સહિત શિક્ષકો, બાળકો, એસ.એમ.સી કમિટીના સભ્યો ગામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને વિજ્ઞાન એગઝિબેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

      અનવર સૈયદ (પત્રકાર) ઠાસરા