પો.સ.ઈ બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરા નાઓને હ્યુમન સોર્શીસ દ્રારા બાતમી હકિકત મળેલ કે, વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહી મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી બહેન શનીબેન સુખાભાઈ વિરાભાઈ ડામોર રહે.ડાહ્યાપુર ગામ તા.કડાણા જી.મહિસાગર નાની તેના ઘરે ડાહ્યાપુર ચોકડી તા.કડાણા જી.મહિસાગર હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે આધારે ઉપરોકત આરોપી બહેન ડાહ્યાપુર ચોકડી તા.કડાણા ખાતેથી મળી આવતા આરોપી બહેનને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે વેજલપુર પોલીસ સ્ટેશને સોપવામાં આવી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મહિલાને પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડી

