ખાણ ખનીજ કચેરી અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ સ્વરૂપમાં પહોંચેલો મામલો......

ગોધરા તાલુકાના ચાંચપુર ગમે આવેલ અને જંગલની જમીન તરીકે ઓળખાતી આ જમીનમાં બારોબાર માલિક બની ગયેલા એક ઈસમ દ્વારા જે.સી.બી.મૂકીને માટીનો ધમધોકાર વ્યાપાર તો કરી જ રહયા છે પરંતુ પશુઓ પણ ઘાસચારાથી દુર રહે આ માટે ઘાસને સળગાવી દેવું અગર તો પશુ માલિકો પાસેથી દંડ વસુલ કરવાની ધાકધમકીઓ આપવાના આ મુદ્દે ચાંચપુર ગામના રહીશો દ્વારા મનોજભાઈ નામના એક ઈસમ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજરોજ લેખિત ફરીયાદ સ્વરૂપમાં અરજી આપ્યા બાદ મહારાણા પ્રતાપ સેના દ્વારા ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરીના ભૂસ્તરશાસ્ત્રીને આવેદનપત્ર સુપ્રત કરીને સરકારની ગૌચર જમીનમાં ચાલી રહેલા આ ગેરકાયદે ખનન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી. ગોધરા તાલુકાના ચાંચપુર ગામના રે.સર્વે.નં.૧૧૨/૧૯ની અંદાઝે ૩૫ હેકટર જમીન સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના નામે બોલે છે.આ જમીન અનામત જંગલની જમીનના નામે ઓળખાય છે. આ જમીનના બની બેઠેલા માલિક મનોજભાઈ દ્વારા આ જમીનમાં જે.સી.બી.મૂકીને માટીનો ધમધોકાર વ્યાપાર તો કરી જ રહયા છે પરંતુ અબોલ પશુઓ આ જમીનમાં ઘાસચારો ચરવા આવે નહિ આ માટે ઘાસચારો સળગાવી દેવાની પ્રવૃતિઓ વચ્ચે જો કોઈ અબોલ પશુઓ ભૂલથી આ સરકારી જમીનમાં ઘુસી જાય તો પશુ માલિકો પાસેથી દંડ વસુલ કરવાની બેફામ ધાકધમકીઓ આપવાના આ ગંભીર મુદ્દાઓ સામે એકત્ર થયેલા ગ્રામજનો અને મહારાણા પ્રતાપ સેના દ્વારા કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.!!