ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાંથી આગેવાનો સતત બાય બાય કરી રહયા છે ત્યારે હાર્દિક પટેલના નજીકના મનાતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી સૂરજ ડેરે પણ રાજીનામુ આપી દીધું છે, તેઓ હવે ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો વહેતી થઈ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓમાં આમેય આંતરિક કલેહ ચાલી રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસમાં પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સૂરજ ડેરે રાજીનામુ આપીને તેઓએ કામની વ્યસ્તતાના કારણે યુથ કોંગ્રેસને સમય આપી શકતા નહિ હોવાનું કારણધરી પક્ષના તમામ હોદા પરથી રાજીનામુ આપી દીધું છે. તેઓ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચા ચાલી રહી છે.

 

સુરજ ડેરે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાને પત્ર લખી પોતાનું રાજીનામુ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા મહામંત્રી તરીકેની મને જે જવાબદારી સોંપવામાં આવી છે જે સમયના અભાવ અને મારા પર્સનલ કામમાં વ્યસ્ત રહેતો હોવાના કારણે નિભાવી શકતો નથી તો મારુ સ્વૈચ્છિક રાજીનામું સ્વીકાર કરવામાં આવે તેવી વિનંતી કરું છું.
તેમ જણાવી તેઓએ કોંગ્રેસ ને અલવિદા કર્યું છે.
અત્રે નોંધનીય છેકે ગુજરાતમાં એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે અને પક્ષમાં લીડર કોણ તે સવાલો ઉભા થયા છે.