સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.