હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા તેમજ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી તેમજ જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા જીવ દયા પ્રેમી જયેશ કોટવાળ અને વાય.કે.પટેલને માહિતી મળી હતી કે હાલોલ શહેરની બહાર પાવાગઢ બાયપાસ રોડ તરફથી ગોપીપુરા રોડ તરફ જતા રસ્તામાં આજે બુધવારે બપોરના સુમારે રસ્તો ઓળંગી રહેલ એક કાંટાદાર શાહુડીને એક બાઈકના ચાલકે અડફેટે લઈ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માતમાં શાહુડીના પાછળના પગના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચેલ છે જે માહિતીના આધારે આર.એફ.ઓ. સતિષ બારીયાના માર્ગદર્શન હેઠળ અને જયેશ કોટવાળ વાય.કે.પટેલે તાબડતોડ ગોપીપુરા રોડ ખાતે પહોંચી ગંભીર રીતે પગમાં ઇજાગ્રસ્ત થયેલી કાંટાદાર શાહુડીનું ભારે સલામતી અને સાવચેતીપૂર્વક જોખમી રેસ્ક્યુ કરી હાલોલના સરકારી પશુ દવાખાના ખાતે લાવી પશુ દવાખાનાના તબીબ પાસે સાવચેતી પૂર્વકની પગમાં સારવાર કરાવી હતી જે બાદ ધારદાર કાંટા ધરાવતી શાહુડીને સરકારી દવાખાનામાં રાખવી જોખમી હોઈ હાલોલ તાલુકાનાં પાવાગઢ ખાતે આવેલા વન વિભાગના ધોબી કુવા રેસ્કયું સેન્ટર ખાતે એક પાંજરામાં સહી સલામત રીતે શાહુડીને છોડી મૂકવામાં આવી હતી.