ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણીના આકાશકુમાર કુંદનલાલ સુંદેશા વડાવળ ગામે કોલ્ડ સ્ટોરેજમાં ભાગીદારી ધરાવે છે. જ્યાં ખેડૂતોના ટ્રેકટરમાંથી બટાકા ખાલી કરવા મુદ્દે વડાવળનો સુરેશભાઇ ચતરાજી માળી, રાણપુર આથમણાવાસનો દિનેશભાઇ ઇન્દુજી માળી,
મહેશભાઇ દિપાજી માળી અને વડાવળનો કિરણ રમેશભાઇ સોલંકી ઉશ્કેરાઇ ગયા હતા. જેમણે આકાશકુમારને મારમારી અને મોબાઇલ ઝુંટવી લઇ ધમકી આપતાં ચારેય સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.