પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ...આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.શાળા ના પ્રમુખ શ્રી લેબુજી ,ગામ ના સરપંચ નાગજીભાઈ પટેલ,સુબાજી શિક્ષક, ભરતભાઈ,પ્રવિણભાઇ,રામાભાઈ દેસાઈ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના આચાર્ય કંચનજી ઠાકોરે કર્યું હતું. તેમજ શિક્ષક ઉમેદજી રાઠોડ, પ્રહલાદજી માવરિયા,પ્રકાશ ભાઈ સોલંકી ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનો એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા...