દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા દ્રૌપદી મુર્મુના તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કર્યાના અહેવાલ સામે આવી રહયા છે જ્યારે ગુજરાતના સાત ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ કર્યાની ચર્ચા છે.

ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણી અગાઉજ કોંગ્રેસના ધારાસભ્યોએ આદિવાસી ઉમેદવારોના નામ પર પાર્ટી લાઇનથી આગળ વધીને દ્રૌપદીની તરફેણમાં મતદાન કર્યું હોવાની વાત સામે આવી રહી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે.
કોંગ્રેસના 7 ધારાસભ્યોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ક્રોસ મતદાન કર્યું હોવાના મીડિયા રિપોર્ટ છે.
ગુજરાત જે સાત ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ કર્યું છે તેમાં જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડીયા,
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ,જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા,પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ,જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી નો સમાવેશ થાય છે.

 

જોકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી કોંગ્રેસમાં ભારે ચર્ચા ઊઠી છે અને ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તે ગેરબંધારણીય હોવાનું જણાવી રહયા છે. પાર્ટી, જનતાના વિશ્વાસ બાદ ક્રોસવોટિંગ થાય તે ખોટું હોવાનું કોંગ્રેસ છાવણીમાં વાતો ચાલી રહી છે.
હવે ક્રોસ વોટિંગને લઈને ગુજરાત કોંગ્રેસ નારાજ છે અને પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને શોધવા કમિટી રચાશે. ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવાની ભલામણ સાથે કેન્દ્રીય નેતૃત્વને આ રિપોર્ટ મોકલાશે.

દ્રૌપદી મુર્મુના તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કર્યાના મીડિયા રિપોર્ટ સામે આવી રહયા છે. જેમાં રાજ્યોમાં કોંગ્રેસ સત્તા કે વિપક્ષમાં છે ત્યાં ક્રોસ વોટિંગ વધુ થયું છે. આ સિવાય રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં 17 સાંસદોએ પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાના અહેવાલ છે.