ડીસા માર્કેટયાર્ડની એક પેઢીમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે. મંદિરમાંથી સળગતો દીવો નીચે ગાદલા પર પડતા જ આગ લાગતા અફડા તફડી મચી હતી. સદ્દનસીબે તાત્કાલિક આગ પર મેળવતા લાખો રૂપિયાનું નુકસાન થતા અટકી ગયું છે.
ડીસા માર્કેટયાર્ડમાં હાર્દિકભાઇ ઠક્કરની જય જલિયાણ ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે જ્યાં તેઓ અનાજનો લે વેચનો વ્યાપાર કરે છે. આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સળગતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતાં આગ લાગી હતી અને જોત જોતામાં આગના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. બનાવને પગને પેઢીના માલિક સહીત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગી હોવાની ઘટનાને પગલે અફડા-તફડી સર્જાઇ હતી.
આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને યુજીવીસીએલની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. આગ લેતા લેપટોપ ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકશાન થયું છે, પરંતુ આજુબાજુના વેપારીઓ, મજૂરો સહિતના લોકોએ ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેના કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાના અનાજના જથ્થાને નુકશાન થતા અટકી ગયું હતું.