ડાકોર.

ખેડા.

ડાકોર વહોરા સમાજ ટ્રસ્ટ ની ચોથી કારોબારી ની મીટીંગ મળી 

તા.૨/૩/૨૦૨૪ ના રોજ શિવ ભુવન ડાકોર ખાતે વહોરા સમાજ ટ્રસ્ટ ડાર્કાર ની ચોથી કારોબારી મીટીંગ વહોરા સમાજ ટ્રસ્ટ ડાર્કાર ના પ્રમુખ જીયાઉદીનભાઈ વહોરા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.મિટિંગની શરૂઆત ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ વહોરા (વહોરવાડ) દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી.મીટીંગમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામા આવી હતી જેમાં વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા ફકત ડાકોર વહોરા સમાજના જરૂરીયાત મંદ લોકો માટે આર્થિક સહાય (જકાત) નું ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કુલ સાત ફોર્મ આવ્યા હતા અને તેઓને દર ત્રણ મહિને સમાજ ના જકાત ફન્ડમાંથી અરજદારોના બેંક ખાતા માં સમાજ દ્વારા સહાય (જકાત) જમા કરાવવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

વધુમાં વહોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા સમગ્ર ચરોતર માં રહેતા વહોરા (૧૪,૬૮, મકેરિયા, દેવાતજા, મન્સુરી) સમાજના અપરિણિત છોકરા છોકરીઓ વિધવા વિધુર તલાક શુદા વિગેરે માટે જીવનસાથી પસંદગી (મેરેજ બ્યુરો) શરૂ કરવાનું તેના માટે એક ફોર્મ બહાર પાડવાનું નક્કી કરવામા આવ્યુ હતું અને તેને સમગ્ર ચરોતર માં સોશ્યલ મીડિયા વોટ્સપ ફેસબુક થકી બધાને જાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ૫૦૦/- રૂ વાર્ષિક સભ્ય ફી પેટે લેવામાં આવશે. વધુ માહિતી મેળવવા અને ફોર્મ ભરવા માટે સમાજના પ્રમુખ જીયાઉદીન વહોરા ૯૮૨૪૨૪૦૪૬૬ સેક્રેટરી ઈરફાન યુ વહોરા ૯૯૨૪૦૪૨૪૭૪ ખજાનચી ઈરફાન એન વહોરા (વલ્લવપુરાવાળા) ૯૫૫૮૭૬૮૭૮૬ નો સંપર્ક કરવો વધુમાં આગામી રમઝાન માસમાં સમગ્ર ટ્રસ્ટ દ્વારા ચરોતરમાંથી લિલ્લાહ ઝકાત માટે ઉઘરાણું કરવા બાબતે એક ટીમ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું મિટીંગમાં સમાજના ટ્રસ્ટીઓ સિરાજભાઈ અહેમદભાઈ વહોરા, ઐયુબભાઈ આશીપુરાવાળા, ફિરોજભાઈ રખિયાલવાળા, અનવર ભાઈ અબ્દુલભાઈ વહોરા, અલ્તાફ ભાઈ ઈદરીશભાઈ વહોરા, યાસીનભાઇ હસનભાઈ વહોરા, હાજર રહ્યા હતા જ્યારે કારોબારી સભ્યોમાં તોસીફ ભાઈ મન્સુરી, વસીમભાઈ યાસીનભાઈ વહોરા, સિદ્દીકભાઈ આરીફભાઈ વહોરા, ફિરોજભાઈ (કાદર ભાઈ) વલ્લવપુરાવાળા, ગુલામ અશરફ ઉસ્માનગની વહોરા, ઈરફાન ભાઈ સિરાજભાઈ વહોરા, અબ્દુલ ભાઈ મહંમદ ભાઈ વહોરા, ઇલ્યાસભાઈ જાખેડવાળા, માજ ફિરોજ ભાઈ, વહોરા મહંમદભાઈ વહોરા વિગેરે હાજર રહ્યા હતા.સમગ્ર મીટિંગનું સંચાલન ટ્રસ્ટના સેક્રેટરી ઈરફાન.યુ.વહોરા તથા ટ્રસ્ટ ના ખજાનચી ઇરફાન એન. વહોરા (વલ્લવપુરા વાળા) એ કર્યું હતું.

રિપોર્ટર, અનવર સૈયદ ઠાસરા ખેડા.