*બનાસકાંઠા સાંસદ તરીકે ભાજપ ના ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરી નું નામ જાહેર થતાં ડીસા ભાજપ મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી મો મીઠું કરાવ્યું* 

ભારત દેશ મો લોકસભા બેઠક ની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતાના જિલ્લા ઉમેદવાર તરીકે ના નામ જાહેર કરવા લાગ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માટે ભાજપ ના લોકસભા ના ઉમેદવાર તરીકે ડૉ.રેખાબેન ચૌધરી નું નામ જાહેર કરવામાં આવતા બનાસકાંઠા ભાજપ દ્વારા ઉમેદવાર ને આવકારવા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને તમામ મોરચાના હોદ્દેદાર શ્રી કાર્યકર્તા મિત્રો સાથે બગીચા સર્કલ પાસે ફટાકડા ફોડીને એક બીજા નું મો મીઠું કરાવ્યું હતું અને 2024 ની અંદર ભારતીય જનતા પાર્ટીને ડીસા વિધાનસભામાંથી ભારી બહુમતીથી જીતાડવાની ખાતરી પણ આપવામો આવી હતી અને મોદી સાહેબને વધારે માં વધારે મજબૂત કરવાની કામગીરી ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહિલા નું નામ જાહેર થતાં સમગ્ર મહિલાઓ માં હર્ષ અને ઉમંગની લાગણી જોવા મળી હતી .

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા