વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખો માંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. શાળા માં બાળકો અને શિક્ષકો સાથે આત્મિયતા બંધાઈ જાય છે કે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે.વર્તમાન સમયમાં શાળા કોલેજ માં અભ્યાસ કરતા બાળકો નો વિદાય સમારંભ યોજવામાં આવતો હોય છે. ત્યારે દિયોદર તાલુકા ના રામપુરા ધૂ ખાતે રાજેશ્વર વિદ્યાલય અને કે. આર.પટેલ ઉ. મા શાળા માં ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખશ્રી મદરૂપભાઈ પટેલ હતા.કાર્યક્રમ ની શરૂઆત માં પધારેલ મહેમાનો ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનો નું સ્વાગત કર્યું હતું.શાળા ના આચાર્ય ચન્દ્રકાન્ત સોલંકી એ પધારેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ મહેમાનો નું શાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા માં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ૧૨ના બાળકો ને કુમકુમ તિલક દ્વારા વિદાય આપવામાં આવી હતી.ગત વર્ષ માં શાળા કક્ષા એ એક થી ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.દાતાઓ દ્વારા શાળા ને દાન પણ આપવામાં આવ્યું હતું.જેમાં મંડપ અને નાસ્તો રામપુરાના સીં પરીવાર તરફથી આપવામાં આવ્યો હતો. પધારેલ મહેમાનોએ શાળાના બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રકાર ના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી ખેંગારભાઈ ,રામપુરા પે કેન્દ્ર ના આચાર્ય અશોકભાઈ નાઈ, ધુણસોલ શાળાના આચાર્ય પ્રેરકભાઈ,માનપુરા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ,ગોળીયા ગો શાળા ના શિક્ષક દિનેશભાઈ નાઈ, તપસ્વી કોલેજના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી વિદ્યાલયના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,સણાવીયા શાળાના આચાર્ય સુરેશભાઈ,જી.વી.વાઘેલા કોલેજ વખા ના આચાર્ય બળવંતસિંહ ઠાકોર,ગામના સરપંચ સહિત ગામ ના વડીલો યુવાનો તેમજ વાલીગણ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક જયરામભાઈ મકવાણા એ કર્યું હતું. શાળાના આચાર્યશ્રી ચન્દ્રકાન્ત, શિક્ષકશ્રી હસમુખભાઈ ચૌધરી,જયંતીભાઈ,ભૂપતભાઈ, વર્ષાબેન તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..