ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો શિયાળુ સિઝનમાં બટાકાનું વાવેતર કરતા હોય છે અને બટાકાનો પાક લીધા બાદ મોટાભાગના ખેડૂતો સક્કરટેટી નું વાવેતર કરે છે જો કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ટેટી બાદ તડબૂચ નું પણ વાવેતરમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે ઉનાળુ સિઝનમાં ટેટી બાદ તડબૂચ ના વાવેતરમાં પણ વધારો થઈ રહ્યો છે મીઠા મધુર તડબૂચ ની ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ માંગ હોવાથી ખેડૂતો તેના વાવેતર તરફ વડ્યા છે
ડીસા તાલુકાના લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં ખાસ કરીને ખેતીમાં ખેડૂતો શિયાળુ સીઝનમાં બટાકા તો ચોમાસામાં બાજરીનું વાવેતર કરતા હોય છે જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળુ સિઝનમાં ખેડૂતો સક્કરટેટી નું વાવેતર કરે છે પરંતુ તડબૂચની પણ માંગ વધુ હોવાથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ડીસા પંથકમાં શક્કરટેટી બાદ તડબૂચના વાવેતરમાં પણ વધારો થયો છે મોટાભાગના ખેડૂતો ટી આર એસ સીડ્સ ના લકી નામના તડબૂચનું બિયારણ લાવી તેનું વાવેતર કરે છે જેમાં ખેડૂતોને ખૂબ જ સારી કમાણી થાય છે તડબૂચનો એક વીઘામાં વાવેતરનો ખર્ચ 15 થી 20,000 આવે છે અને તેની સામે દોઢથી બે લાખ રૂપિયાની આવક થાય છે જેથી મોટાભાગના ખેડૂતો તડબૂચના વાવેતર તરફ વળ્યા છે જેના લીધે આ વર્ષે ડીસા પંથકમાં સક્કરટેટી બાદ તડબૂચનું વાવેતર વિપુલ પ્રમાણમાં થશે અને ખેડૂતોએ હાલમાં તડબૂચના વાવેતરના શ્રી ગણેશ કરી નાખ્યા છે
બોક્સ
90 હજાર ના ખર્ચા સામે સાત લાખની કમાણી કરી ખેડૂત
આ અંગે ભાખર ગામના ખેડૂત રાવતસિંગ દરબારે જણાવ્યું હતું કે મેં ગયા વર્ષે મારા ખેતરની પાંચ વીઘા જગ્યામાં ટીઆરએસ સીડ્સ નું લકી તડબૂચનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું જેમાં પાંચ વીઘા માં 90 હજાર જેટલો ખર્ચો આવ્યો હતો અને તેની સામે સાત લાખ રૂપિયાના તડબૂચ વેચ્યા હતા જેથી આ વર્ષે પણ મે મારા ખેતરમાં તડબૂચનું વાવેતર કર્યું છે
બોક્સ
ટેટી કરતા તડબૂચ ના વાવેતરમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ખર્ચ ઓછો થાય છે
આ અંગે ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત જીતુભાઈ ગેલોત એ જણાવ્યું હતું કે સક્કરટેટી કરતા તડબૂચના વાવેતરમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ખર્ચ ઓછો થાય છે જેથી ગયા વર્ષે મેં પણ મારા ખેતરમાં લકી નામનું તડબૂચનું બિયારણ લાવીને 8 વીઘામાં વાવેતર કર્યું હતું જેનો સવા બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો અને તેની સામે મે 11 લાખ રૂપિયાની આવક મેળવી છે અને આ વર્ષે પણ મારા ખેતરમાં તડબૂચનું વાવેતર કર્યું છે